વડોદરા રાવપુરામાં મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ પડતા લાખો લિટર પાણી વહી ગયું

  • વડોદરા રાવપુરામાં મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ પડતા લાખો લિટર પાણી વહી ગયું

વડોદરાઃ વડોદરા મહાનગર સેવા સદનના અંધેર વહિવટના કારણે શહેરીજનો એક તરફ પાણી વિના ટટળી રહ્યા છે. ત્યાં બીજી બાજુ શહેરમાં પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. રાવપુરા રોડ ઉપર રાવપુરા પોલીસ સ્ટેશનની સામે મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ પડતા લાખો લિટર પાણી વહી ગયું હતું. પાણીના વાલ્વમાંથી બહાર નીકળી રહેલા પાણીથી રાવપુરા રોડ પાણી-પાણી થઇ ગયો હતો. પાણીની રેલમછેલ થવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. આજે રવિવારની રજા હોવાના કારણે કોર્પોરેશનના સબંધિત વિભાગ પણ સમયસર ન આવતા લાખો લિટર પાણી વેડફાઇ ગયું હતું.