સુરત બોગસ બિલિંગ કૌભાંડ દુબે, પાંડે, ગુપ્તા, રાઠી, અગ્રવાલની કંપનીઓ બ્લેક લિસ્ટ

  • સુરત બોગસ બિલિંગ કૌભાંડ દુબે, પાંડે, ગુપ્તા, રાઠી, અગ્રવાલની કંપનીઓ બ્લેક લિસ્ટ

સુરતઃ 1500 કરોડના બોગસ બિલિંગના કૌભાંડી જયશંકર દુબે, પાંડે, ગુપ્તા, રાઠી અને રાજીવ, અગ્રવાલ આણી મંડળીએ ડી આરઆઈની જાણ વિના જ નવા કરચોરીના નવા ધંધા શરૂ કર્યા છે. પણ તેમના નવા ધંધાની ગંધ દિલ્હી ડીઆરઆઈ ને આવી જતાં બ્લેક લિસ્ટ કરી દેવાયા છે.   દુબેએ કોલકાટાથી બોગસ ઇમપોર્ટ-એક્સપોર્ટ ડોડ સપ્લાય કર્યા છે. જેમાં શહેરના નાના-મોટા વેપારીઓ કરચોરી કરવા માટે બોગસ કોડ ખરીદ્યા હોવાની વાત જણાય છે. થોડા સમય પહેલા જ અમદાવાદ ડીઆરઆઈ અને ડીજીજીએસટીઆઈની ટીમે શહેરમાં કાપડના એક્સપોર્ટ કરનારાઓની ઓફિસ- ગોડાઉન પર દરોડા પાડતાં 90 જેટલી બોગસ પેઢીઓ બહાર આવી હતી. જેમાં થાણેની કંપનીઓ પણ સામયેલી હતી.   આ એક્સપોર્ટ કરનારાઓ કાપડના નામ પર 18%ના ઊંચા જીએસટી દરની ભંગાર સહિતની ચીજવસ્તુઓની કાગળ પર એક્સપોર્ટ બતાવી સરકાર પાસેથી આઇજીએસટી ક્લેઈમ કરી રૂ. 1500 કરોડનું કૌભાંડ આચારી ઝડપાઈ હતી. જેમાં જયશંકર દુબે અને તેનાં જ ભાગીદાર દુબે, પાંડે, રાઠી, રાજીવ તથા અગ્રવાલે મહત્વની ભૂમિકા ભજવતા હોવાનું બહાર આવ્યું હતું.કૌભાંડમાં નામ નહીં ખૂલે તે માટે એક્સપોર્ટ કરનારાઓએ એક્સપોર્ટ થર્ડ પર્સનના નામના 159 ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કોડ દૂબેએ સપ્લાય કર્યા હતા. જે યુપીના બેકાર યુવાનોના નામના હતા.