યુપીઃ કોંગ્રેસના કદાવર નેતા પ્રમોદ તિવાર અને બાહુબલી રાજાભૈયા કરાયા નજરકેદ

  • યુપીઃ કોંગ્રેસના કદાવર નેતા પ્રમોદ તિવાર અને બાહુબલી રાજાભૈયા કરાયા નજરકેદ

તાપગઢઃ લોકસભા ચૂંટણી 2019ના છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યની 59 બેઠક પર મતદાન રવિવારે મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં ઉત્તર પ્રદેશની પણ 8 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મતદાન દરમિયાન કોઈ ગરબડ ન થાય તેને અનુલક્ષીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ પ્રમોદ તિવારીને રવિવારે પ્રતાપગઢમાં તેમના ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા છે. તેમના ઉપરાંત અપક્ષ ધારાસભ્ય રાજાભૈયા અને 12 અન્યને પણ નજરકેદ કરાયા છે.

રાજાભૈયાએ પ્રતાપગઢમાં ચતુષ્કોણીય મુકાબલો બનાવ્યો
પ્રમોદ તિવારી, રાજા ભૈયા અને નજર કેદમાં રાખવામાં આવેલા અન્ય લોકોને માત્ર તેમના મતાધિકારનો ઉપયોગ કરવાના સમય પુરતા જ ઘરમાંથી બહાર નિકળવાની મંજુરી આપવામાં આવી છે. પ્રતાપગઢમાં છઠ્ઠા તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે. રાજા ભૈયાના જનસત્તા દળના ઉમેદવારને કારણે આ સીટ પર ચતુષ્કોણીય મુકાબલો છે. 

આ સીટ પર કોંગ્રેસના રત્ના સિંહ, ભાજપના સંગમ લાલ ગુપ્તા, સપા-બસપા ગઠબંધનના અશોક ત્રિપાઠી અને રાજાભૈયાની પાર્ટીએ અક્ષય પ્રતાપ સિંહને ઉમેદવાર બનાવેલા છે.