મધર્સ-ડે વડોદરામાં સ્થપાયેલી ગુજરાતની પ્રથમ મધર્સ મિલ્ક બેંક બાળકોને નવજીવન આપે છે

  • મધર્સ-ડે વડોદરામાં સ્થપાયેલી ગુજરાતની પ્રથમ મધર્સ મિલ્ક બેંક બાળકોને નવજીવન આપે છે

ડોદરા: માતાનું દૂધ નવજાત શિશુ માટે અમૃત સમાન હોય છે. દેશમાં મુંબઈના સાયન સહિત 12 "મધર્સ મિલ્ક બેંક" આવેલી છે. જે પૈકી એક વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલમાં વર્ષ 2001થી કાર્યરત છે. ગુજરાતની પ્રથમ આ મધર્સ મિલ્ક બેંકે છેલ્લા પાંચ વર્ષમાં 8,15,703 મિલી લિટર દૂધ લીધું છે. અને 2,995 નવજાત બાળકોને દૂધ પીવડાવ્યું છે. દેશમાં બીજી અને ગુજરાતમાં પહેલી વડોદરા ખાતે આવેલી "મધર્સ મિલ્ક બેંક"ના પ્રણેતા ડો. અરૂણ ફાટકે જણાવ્યું હતું કે, વર્ષ 1991માં "બ્રેસ્ટ ફીડીંગ પ્રમોશન નેટવર્ક ઓફ ઇન્ડિયા" નામની સંસ્થા બનાવવામાં આવી હતી.આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ માતાઓ સ્તનપાન કરાવે તેનો પ્રચાર-પ્રસાર કરવાનો હતો. જો કે વર્ષ 1980માં મુંબઈ સાયન(લોકમાન્ય તિલક હોસ્પિટલ) હોસ્પિટલમાં "મધર્સ મિલ્ક બેંક"ની શરૂઆત થઇ હતી. જે આજે પણ કાર્યરત છે.