ગાંધીનગર રાજ્ય સરકાર એક વર્ષમાં 35 હજાર ભરતી કરશે

  • ગાંધીનગર રાજ્ય સરકાર એક વર્ષમાં 35 હજાર ભરતી કરશે

ધીનગર : રાજ્ય સરકાર વર્ષ 2019-20માં વધુ 35 હજાર સરકારી જગ્યા પર ભરતી કરશે. વર્ષ 2018માં માત્ર 15 હજાર જેટલી જગ્યાઓ ભરાતા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે બેરોજગારીનો મુદ્દો ઉઠાવાતા સરકારે આચારસંહિતા ઊઠતાની સાથે જ પ્રક્રિયાઓ શરૂ કરવા માટે ભરતી એજન્સીઓને તાકીદ કરી છે. રાજ્યમાં સરકારી આંકડા પ્રમાણે હજુ 4.16 લાખ શિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 48,960 બેરોજગારો છે. વર્ષ 2014માં 10 વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડીને સરકારમાં વિવિધ વર્ગમાં 2.53 લાખ જગ્યાઓ ભરવાની જાહેરાત કરી હતી. છેલ્લા 5 વર્ષમાં 1.18 લાખ જગ્યાઓ ભરાઇ છે. દર વર્ષે નિવૃત્તિની સામે ખાલી પડનારી જગ્યાઓને ધ્યાને લઇને કેલેન્ડર બહાર પડાયું હતું, પરંતુ ડિસેમ્બર 2018 સુધીમાં 50 ટકા જગ્યા પણ ભરાઇ નથી. બીજી તરફ યુવાનો પણ ખાનગીની સરખામણીએ સરકારી નોકરી પર પસંદગી ઉતારતા હોવાથી સરકારે ભરતી પ્રક્રિયામાં ઝડપ લાવવા ભરતી એજન્સીઓને સૂચના આપી છે.