મધર્સ-ડેઃ મધર્સ ડેના દિવસે ઈચ્છા મૃત્યુ માગવા મજબૂર બન્યો પથારીવશ દીકરો, 88 વર્ષના માતા કરે છે ચાકરી

  • મધર્સ-ડેઃ મધર્સ ડેના દિવસે ઈચ્છા મૃત્યુ માગવા મજબૂર બન્યો પથારીવશ દીકરો, 88 વર્ષના માતા કરે છે ચાકરી

અમદાવાદ :અસાધ્ય રોગથી કંટાળીને અમદાવાદના એક આધેડ વ્યક્તિએ સરકાર પાસેથી ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે. છેલ્લાં 28 વર્ષથી પથારીવશ હોવાથી કંટાળેલા શખ્સે વડાપ્રધાન સુધી ઈચ્છા મૃત્યુ માટે દરવાજા ખખટાવ્યા છે. તેમણે વડાપ્રધાન સહિત તંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર બેસતા લોકો સામે પણ ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગતો પત્ર પાઠવ્યો છે. 

 

અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં 50 વર્ષીય રવિ નાગર તેમની માતા સાથે રહે છે. તેમની માતા લીલાબેનની ઉંમર 88 વર્ષ છે. વિકાંત છેલ્લા 28 વર્ષથી મોટર ન્યુરો ડિસીઝ નામના રોગથી પીડાઈ રહ્યા છે. આ બીમારી અસાધ્ય પ્રકારની બીમારી ગણાય છે, જેમાં ધીમી ગતિએ શરીરના એક-એક અંગ કામ કરતા બંધ થાય છે. તેમાં લકવાની અસર થાય છે. રવિ નાગર 21 વર્ષની ઉંમરના હતા ત્યારે અચાનક પગની બહેરાશથી શરુ થઈ ગઈ હીત. જેના બાદ તેમના બંને પગ લકવાગ્રસ્ત થઈ ગયા છે. આ રોગના કારણે હવે તેમનાં કરોડરજ્જુ ધીરેધીરે કામ કરતા બંધ થઇ ગયા છે. અન્ય કોઈ વ્યક્તિની મદદ વગર રવિ પથારીમાં પડખું પણ ફરી નથી શકતા.