પાલનપુર: બે લોડિંગ જીપ-કાર વચ્ચેનાં ટ્રિપલ અકસ્માતમાં 3નાં મોત, 6 ઘાયલ

  • પાલનપુર: બે લોડિંગ જીપ-કાર વચ્ચેનાં ટ્રિપલ અકસ્માતમાં 3નાં મોત, 6 ઘાયલ
  • પાલનપુર: બે લોડિંગ જીપ-કાર વચ્ચેનાં ટ્રિપલ અકસ્માતમાં 3નાં મોત, 6 ઘાયલ

પાલનપુરનાં રતનપુર નજીક બે લોડિંગ જીપ અને ટવેરા કાર વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. જ્યારે 6 જણ ઇજાગ્રસ્ત છે. કારમાં સવાર લોકો પાલનપુરથી માઅંબાનાં દર્શન કરવા અંબાજી જઇ રહ્યાં હતાં. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.આ મામલે મળતી માહિતી પ્રમાણે પાલનપુરનાં શક્તિનગર વિસ્તારોમાં રહેતા સૈની પરિવારના સભ્યો આજે રવિવારે સવારે અંબાજી દર્શન કરવા માટે ટાવેરા ગાડીમાં જતા હતાં. તેમની કાર રતનપુર નજીકથી પસાર થતી હતી ત્યારે જ સામેથી પુર ઝડપે આવેલા લગ્નના ડીજેનાં સ્પીકરોથી ભરેલી લોડિંગ જીપ ચાલકે ટાવેરા તેમજ ગાય ભરીને જતી લોડિંગ જીપને ધડાકાભેર ટક્કર મારી હતી.