રણની જેમ સૂકીભઠ્ઠ થઈ રહેલી મહીસાગરને કારણે ખેડૂતો ચિંતામાં આવી ગયા

  • રણની જેમ સૂકીભઠ્ઠ થઈ રહેલી મહીસાગરને કારણે ખેડૂતો ચિંતામાં આવી ગયા

મહીસાગર :વડોદરાની મહીસાગર નદી પર જળ સંકટ આવતા ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. મધ્ય ગુજરાતમાં લોકમાતા તરીકે ઓળખાતી નદીનું જળસ્તર ખૂબ ઘટી જવાથી બે હજાર પશુ પાલકો અને 400 વિઘા જમીનના ખેડૂતોના પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. નદી વિસ્તારના ગામડાઓ નદીના પાણીનો પીવામાં ઉપયોગ કરે છે, પરંતુ હવે નદીમાં પાણી ન હોવાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.