સુરતમાં પાર્કિંગ શોધી રહ્યા છો? આ App આપશે પાર્કિંગની માહિતી

  • સુરતમાં પાર્કિંગ શોધી રહ્યા છો? આ App આપશે પાર્કિંગની માહિતી

સુરત :ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી ઝઝૂમી રહેલા સુરત શહેરને ઈન્ટેલિજન્ટ પાર્કિંગ કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે એક ખાસ એપ બનાવવામાં આવી છે, તો સાથે જ મલ્ટિલેવલ પાર્કિંગ સ્થળ પર પાર્કિંગની કેટલી જગ્યાઓ બાકી છે, તેની માહિતી આ એપમાં મળી શકશે. 

 

સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ વિવિધ વિસ્તારોમાં પે પાર્કિંગની સુવિધા ઉભી કરાઇ છે. ત્યારે કયા પાર્કિંગ ઝોન માં કેટલી ગાડીઓ છે, કેટલા ચાર્જિસ છે, અને તે કયા સ્થળે છે તે જાણવું પણ સુરતીઓ માટે બહુ જ જરૂરી છે. આ માટે સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 7.43 કરોડના ખર્ચે ઈન્ટેલિજન્ટ પાર્કિંગ સિસ્ટમ મેનેજમેન્ટ શરૂ કરાઇ છે. હાલ સુરત શહેર મહાનગરપાલિકા દ્વારા 9 જેટલા મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે. જેમાં 2 ઓફ સ્ટેટ પાર્કિંગ શરૂ કર્યા છે. જોકે પાર્કિંગ કયા વિસ્તારમાં છે, તે પાર્કિંગમાં કેટલી ગાડીની જગ્યા છે અને તેના ચાર્જિસ શું છે તે દરેકની માહિતી પાલિકા હવે મોબાઈલ એપ્લિકેશન પર ઉપલબ્ધ કરાવી રહી છે. જેનાથી પાર્કિંગ લોકેશન અને પાર્કિંગ સિસ્ટમથી અવગત થઈ શકાશે.