મહેસાણા: પાલિકાના 39 વૃક્ષોની હત્યા કરવાના નિર્ણય સામે પર્યાવરણ પ્રેમીઓની રેલી

  • મહેસાણા: પાલિકાના 39 વૃક્ષોની હત્યા કરવાના નિર્ણય સામે પર્યાવરણ પ્રેમીઓની રેલી

મહેસાણાના બિલાડીબાગ સામે હેલ્થ સેન્ટર અને સ્વિમિંગ પુલ બનાવવા 39 વૃક્ષો કાપી નાખવાના પાલિકાના નિર્ણયના વિરોધમાં પર્યાવરણ પ્રેમીઓ મેદાનમાં ઉતર્યા છે. ગત શુક્રવાર અને આજે સોમવારે પણ પર્યાવરણની વિવિધ સંસ્થાઓ દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ વિકાસના નામે ઘટાદાર વૃક્ષોનું નિંકદન કાઢવાનું બંધ કરો કહી રહી છે જ્યારે બે વખત પર્યાવરણ પ્રેમીની વાત બહેરા કાને પોહચી નથી અને 50 થી 70 વર્ષ જૂના વૃક્ષોનું કટિંગ અટકાવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી વૃક્ષ પ્રેમીઓ એ ઉચ્ચારી છે.

પાલિકા વિકાસ કરવામાં આવશે અને પકૃતિ પ્રેમીને ખરા અર્થમાં સેવા કરવી હોય તો પાલિકા જમીન આપી રહી છે તેમાં વૃક્ષઓ ઉછેરો તેમ કહી ને વૃક્ષ પ્રેમી પર પ્રહાર કરી રહી છે. બિલાડીબાગ પાસે સર્વે નં. 5154, 5155માં સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમ બનવવા માટે તજવીજ કરવામાં આવી રહી છે. જેમાં નડતર રૂપ 39 વૃક્ષઓનું નિકંદન કરવા માટે પાલિકાએ જાહેર હરાજી માટે ટેન્ડર પણ આપી દીધું છે જે જોતા હાલમાં મામલો ચર્ચામાં આવ્યો છે કારણ કે વૃક્ષ પ્રેમી આ વૃક્ષને નિકંદન કરવા દેવા માગતા નથી.