જૂનાગઢ: મીડિયા કર્મી પર લાઠીચાર્જ મામલે 1 PSI અને ૨ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

  • જૂનાગઢ: મીડિયા કર્મી પર લાઠીચાર્જ મામલે 1 PSI અને ૨ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

જૂનાગઢ: મીડિયા પર પોલીસના હુમલા બાદ સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોના પત્રકારોએ ધરણા કર્યાં હતા. SP કચેરીએ જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને સસપેન્ડ કરવાની માગ પણ કરવામાં આવી હતી. કોંગ્રેસ ધારાસભ્ય ભીખાભાઈ જોશી પત્રકારોનાં સમર્થનમાં આવ્યાં હતા. જૂનાગઢમાં પત્રકારો પર હુમલા બાબતે PSI અને 2 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. A ડિવિઝનના PSI અને 2 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ સ્વામિનારાયણ ચૂંટણી દરમ્યાન મીડિયા પર પોલીસ દમન મામલે સરકારના આદેશની જૂનાગઢ રેન્જ IG સુભાષ ત્રિવેદીએ એક જ દિવસમાં પગલા ભર્યા છે. વર્દીનો રોફ જમાવી મીડિયા સામે ગુંડાગર્દી આચરી હુમલો કરનારા ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ થયેલા કર્મીઓમાં જૂનાગઢ એ ડિવિઝન ડી સ્ટાફ PSI જે. પી. ગોસાઈ અને બે કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.