ગુજરાતમાં સામાજિક સમરસતા ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે: અમિત ચાવડા

  • ગુજરાતમાં સામાજિક સમરસતા ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે: અમિત ચાવડા

અમદાવાદ: રાજ્યમાં અનુસૂચિત જાતિના સામાજિક પ્રસંગને લઇને સર્જાઇ રહેલા ઘર્ણષ મુદ્દે કોંગ્રેસ રાજ્યપાલને આવેદન પત્ર આપશે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલી અનુસૂચિત અને ઓબીસી નેતાઓની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ચાલી રહેલી ઘટનાઓ અંગે અમિત ચાવડાએ કહ્યુ કે, રાજ્યમાં અનુસૂચિત સમાજના પ્રસંગો પર ઘટનાઓ બની તે દુર્ભાગ્યપૂર્ણ છે જેને કોંગ્રેસ પક્ષ વખોડે છે.

દેશમાં દરેક સમાજને પોતાના રીત રિવાજ મુજબ સામાજિક પ્રસંગો ઉજવી શકે છે ગુજરાતમાં સામાજિક સમરસતા ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને સરકાર તરફથી ત્વરિત કાર્યવાહી ન થતા આવી ઘટના બની રહી છે. સરકારમાં બેઠેલા લોકોએ રાજનીતિ કરવાને બદલે ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ તેમણે આક્ષેપ કર્યો કે, મુખ્યમંત્રી દ્વારા દર વર્ષે સ્ટેટ મોનીટરીંગ અને વિઝીલન્સની મિટિંગ નથી મળતી જેના કારણે મોનીટરીંગ થતું નથી.