અમદાવાદ: માલધારીઓ મુદ્દે પૂર્વ MLA ભવન ભરવાડે લખ્યો સીએમ અને ગૃહમંત્રીને પત્ર

  • અમદાવાદ: માલધારીઓ મુદ્દે પૂર્વ MLA ભવન ભરવાડે લખ્યો સીએમ અને ગૃહમંત્રીને પત્ર

અમદાવાદ: શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર ત્રાસ અંકુશ વિભાગ ટીમ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી  આજે સવારે રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ અને પોલીસ પર માલધારીઓએ હુમલો કર્યો હતો. ઓઢવમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ટીમ ઢોર પકડતી હતી વાહનો સાથે ધસી આવેલા ઢોરમાલિકો પોલીસની ચાર ગાડીઓમાં તોડફોડ કરી હતી. 

આ ઘટના બાદ પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. કોર્પોરેશનની ટીમે પોલીસ સાથે મળી 30 જેટલી ગાયોને પકડી હતી. પોલીસ પર હુમલો કરનાર મહિલા-પુરુષોને ટિંગા-ટોળી કરી ઘરમાંથી કાઢી અટકાયત કરી હતી.દરમિયાન આજે સાંજે માલધારીઓ સમાજ દ્વારા આ સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. અને ઓઢવ સહીત આજુબાજુના વિસ્તારોના માલધારી સમાજના યુવકો અને મહિલાઓ એકત્ર થયા હતા અને ઓઢવ પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો.