કોલકાતા: અમિત શાહના રોડ શોમાં TMC સમર્થકોની 'ગુંડાગીરી', પોલીસે કર્યો લાઠીચાર્જ

  • કોલકાતા: અમિત શાહના રોડ શોમાં TMC સમર્થકોની 'ગુંડાગીરી', પોલીસે કર્યો લાઠીચાર્જ

કોલકાતા: આગામી 19મી મેના રોજ લોકસભા ચૂંટણી 2019 માટેના છેલ્લા તબક્કાનું મતદાન છે. તે પહેલા જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મંગળવારે પોતાની પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં કોલકાતામાં રોડ શો કર્યો. રોડ શો  દરમિયાન ટીએમસીના સમર્થકોએ હોબાળો મચાવી દીધો. એબીવીપી અને ટીએમસી વિદ્યાર્થી પરિષદ વચ્ચે મારામારી અને પથ્થરબાજી થઈ. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ  કર્યો.