ખાતર કૌભાંડ મુદ્દે કોંગ્રેસ આક્રમક: આપી ચીમકી, સરકાર નહીં જાગે તો અમે આવશું મેદાને...

  • ખાતર કૌભાંડ મુદ્દે કોંગ્રેસ આક્રમક: આપી ચીમકી, સરકાર નહીં જાગે તો અમે આવશું મેદાને...

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ખાતર કૌભાંડ મામલે ઉઠેલી ફરિયાદો બાદ ગઇકાલે DAP ખાતરનું ઉત્પાદન કરતી GSFC કંપની દ્વારા તપાસની ખાતરી આપવામાં આવી. GSFCના એમડી સુજીત ગુલાટીએ દાવો કર્યો કે, ખાતરની થેલીઓમાં ઘટએ કોઈ કૌભાંડ નથી પરંતુ પ્રોડક્શન એરર છે. ખાતર કૌભાંડ મુદ્દે આક્રમક વલણ અપનાવતા કોંગ્રેસના નેતાઓ દ્વારા સયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી છે. જેમાં પાલ આંબલિયા, લલિત કગથરા અને લલિત વસોયા પણ હાજર રહ્યાં હતા અને તેમણે કૌભાંડ મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

DAP ખાતરનું ઉત્પાદન કરતી GSFC કંપની દ્વારા તપાસની ખાતરી આપવામાં આવી છે. GSFC ના એમડી સુજીત ગુલાટીએ દાવો કર્યો કે ખાતરની થેલીઓમાં ઘટ એ કોઈ કૌભાંડ નથી પરંતુ પ્રોડક્શન એરર છે. ઉત્પાદન દરમિયાન માનવ અને મશીન ભૂલ છે જેને લઈને સ્વતંત્ર તપાસ સોંપાઈ છે. GSFCના નિવૃત અધિકારી આ મામલે સપ્તાહના અંત સુધીમાં તપાસ કરીને રિપોર્ટ સોંપશે જેના આધારે જવાબદાર લોકો સામે ઠપકાથી લઈને બરતરફી સુધીના પગલાં ભરાશે. પ્રાથમિક તપાસ દરમિયાન 80,000 મેટ્રિક ટન ઉત્પાદનમાં સરેરાશ 300 ગ્રામ જેટલી ઘટ આવી છે. જેના કારણે કુલ 16 લાખ રૂપિયા જેટલા નુકસાનનું અનુમાન છે.