મણીશંકરે કહ્યું- મોદીને નીચ માણસ કહેવાવાળા નિવેદન પર આજે પણ કાયમ

  • મણીશંકરે કહ્યું- મોદીને નીચ માણસ કહેવાવાળા નિવેદન પર આજે પણ કાયમ

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા મણીશંકર અય્યરે મંગળવારે પોતાના 'નીચ આદમી' વાળા નિવેદનને યોગ્ય ગણાવ્યું છે. અય્યરે કહ્યું કે, "હું જે કહેવા માગુ છું તે લેખમાં કહી ચુક્યો છું. હું મારા દરેક શબ્દ પર કાયમ છું. આ મુદ્દે ચર્ચા કરવાની મારી કોઈ જ ઈચ્છા નથી." અય્યરે રાઈઝિંગ કાશ્મીરમાં લખેલા આર્ટિકલમાં આ વાત કરી છે.
અય્યરે એમ પણ કહ્યું કે, "23 મેનાં રોજ દેશની જનતા તેમને બહારનો રસ્તો દેખાડી દેશે. મોદી ભારતમાં અત્યાર સુધીના સૌથી વધુ ખોટું બોલનારા વડાપ્રધાન રહ્યાં છે. મને યાદ છે કે 7 ડિસેમ્બર, 2017નાં રોજ મેં શું કહ્યું હતું. શું હું ભવિષ્યવક્તા ન હતો?" અય્યરે મોદી પર દેશ વિરોધ પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા અને જવાનોની શહાદતનો ઉપયોગ કરી સત્તામાં પરત ફરવાની ઈચ્છા રાખવાનો આરોપ લગાવ્યો છે.  અય્યરે લખ્યું, "મોદી દેશ વિરોધી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવાના દોષી છે. તેઓ છીછરો પ્રચાર કરે છે. તેઓએ વાયુસેનાને બદનામ કરવા માટે મૂર્ખતાપૂર્ણ રીતે નિવદનો આપ્યાં. નેવીના જહાજો પર અનધિકૃત રીતે વિદેશીઓને લઈ જવાય છે." હાલમાં જ આઈએનએસ સુમાત્રા પર અક્ષય કુમાર પણ ગયા હતા. અક્ષયનો ફોટો વાયરલ થયો હતો. અભિનેતાએ ગત દિવસોમાં સ્વીકાર્યુ હતું કે તેની પાસે કેનેડાનો પાસપોર્ટ છે.