મણિશંકર અય્યરે 'નીચ' નિવેદન ઠેરવ્યું યોગ્ય, PM મોદી બોલ્યા "ગાળો મારા માટે ઉપહાર"

  • મણિશંકર અય્યરે 'નીચ' નિવેદન ઠેરવ્યું યોગ્ય, PM મોદી બોલ્યા "ગાળો મારા માટે ઉપહાર"

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે મહિના સુધી મૌન રહ્યા પછી લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન પહેલા મંગળવારે લખેલા એક આર્ટિકલમાં 2017માં પીએમ મોદી વિશે આપેલા જૂના નિવેદનને યોગ્ય ઠેરવીને ફરીથી વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. જોકે, 'રાઈઝિંગ કશ્મીર' અને 'ધ પ્રિન્ટ'માં પ્રકાશિત આ લેખની કોંગ્રેસ અને ભાજપ બંને દ્વારા નિંદા કરવામાં આવી છે. 

જનતા દરેક ગાળનો જવાબ આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ચૂંટણી રેલીમાં અય્યર અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ આ પ્રકારની ગાળોને ઉપહાર તરીકે ગણે છે. પ્રજા ભાજપને ચૂંટીને દરેક ગાળનો જવાબ આપશે.