પાણીનો વેડફાટ કરવો પડશે ભારે, રાજ્ય સરકાર તૈયાર કરી રહી છે આ એક્શન પ્લાન

  • પાણીનો વેડફાટ કરવો પડશે ભારે, રાજ્ય સરકાર તૈયાર કરી રહી છે આ એક્શન પ્લાન

ગાંધીનગર: રાજ્યમાં જળ સંકટની સ્થિતિને જોઇને સરકાર પાણીના વપરાશ અને વેડફાટ પર અંકુશ લાવવા વિચારી રહી છે. રાજસ્થાન મોડેલ ગુજરાતમાં અમલમાં મુકવા માટે સરકાર પાણની લાઇન પર મીટર લગાવવાનું વિચારણા કરી રહી છે. પાણી પુરવઠા મંત્રી અને તેમની એક ટીમ બે દિવસ રાજસ્થાનના પ્રવાસે જશે અને ત્યાંની પદ્ધતિનો અભ્યાસ કરશે. ત્યારબાદ આ પદ્ધતિને ગુજરાતમાં કઇ રીતે અમલમાં લાવવી તેનો એક્શન પ્લાન તૈયાર કરશે.

આ અગાઉ પણ સરકાર દ્વારા પાણીના મીટરો લગાવવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ લોક વિરોધના ભયથી સરકારે તેને પડતી મૂકી હતી. ત્યારે હેવ રાજ્યમાં પાણીની ઉભી થતી અછકને રોકવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા ફરી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેને લઇન સરકાર પાણી વેડફાટને અટકાવવા માટે મીટર લગાવવાનું વિચારી રહી છે.