ટોટાણાના સંત સદારામ બાપુ દેવલોક પામ્યા, અંતિમ દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

  • ટોટાણાના સંત સદારામ બાપુ દેવલોક પામ્યા, અંતિમ દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

બનાસકાંઠા: કાંકરેજના ટોટાણા આશ્રમના સંત સદારામ બાપુના આજે અંતિમ સંસ્કાર કરાશે. ભક્તો અને લોકોને બાપુના દર્શન થાય તે માટે આશ્રમથી પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાલખી યાત્રા ટોટાણાથી નીકળી થરા શહેરમાં કાઢવામાં આવી રહી છે. ત્યારે આજે થરા શહેર દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું છે. બપોરે 4 વાગ્યાની આસપાસ ટોટાણામાં શાસ્ત્રોત વિધિથી બાપુના અંતિમસંસ્કાર કરવામાં આવશે. જ્યાં આજે અનેક મોટા નેતાઓ અને મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોની હાજરીમાં બાપુને અંતિમ વિદાય આપવામાં આવશે.

 

કાંકરેજ તાલુકાના ટોટાણા આશ્રમના સંત સદારામ બાપુ છેલ્લા કેટલાય વર્ષોથી સંસારનો ત્યાગ કરી પ્રભુ ભક્તિ થકી સમાજના દુષણો દુર કરવા તેમજ સમાજ સુધારણાનું કામ કરતા હતા. 111 વર્ષના સંત સદારામ બાપુ પાછલા થોડા દિવસોથી બિમાર હતા. જેના કારણે તેમને સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.