પીએમ મોદીના ભાઈએ પોલીસ એસ્કોર્ટ ન મળતા 4 કલાક સુધી પોલીસ સ્ટેશનની સામે ધરણાં કર્યા

  • પીએમ મોદીના ભાઈએ પોલીસ એસ્કોર્ટ ન મળતા 4 કલાક સુધી પોલીસ સ્ટેશનની સામે ધરણાં કર્યા

જયપુરઃ વડાપ્રધાન મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીને પોલીસ એસ્કોર્ટ ન મળતા તેઓ નારાજ થઈ ગયા હતા. જે બાદ તેઓ બગરુ પોલીસ સ્ટેશનની સામે જયપુર-અજમેર રાષ્ટ્રીય રાજમાર્ગ પર ધરણાં પર બેસી ગયા હતા. એસ્કોર્ટ મળ્યા બાદ તેઓ આગળ જવા રવાના થયા હતા.
પ્રહલાદ મોદી રોડ માર્ગે અમદાવાદથી હરિદ્વાર જઈ રહ્યાં હતા. રસ્તામાં અજમેરથી જયપુર જતા સમયે પોલીસ એસ્કોર્ટ આપવામાં આવી ન હતી. આ મુદ્દે તેઓ બગરુ પોલીસ સ્ટેશનની સામે પહોંચી નેશનલ હાઈવે પર એસ્કોર્ટની ગાડીની આગળ ધરણાં પર બેસી ગયા હતા. મામલો હાઈ પ્રોફાઈલ થતાં અધિકારીઓના નિર્દેશ પર લગભગ 4 કલાક પછી તેઓને એસ્કોર્ટ અપાયું હતું ત્યારબાદ તેઓ રવાના થયા હતા.