હેલમેટ વિના નહી મળે પેટ્રોલ, 1 જૂનથી આવી રહ્યો છે આ નિયમ

  • હેલમેટ વિના નહી મળે પેટ્રોલ, 1 જૂનથી આવી રહ્યો છે આ નિયમ

નવી દિલ્હી: રોડ અકસ્માત પર લગામ કસવાના હેતુથી ઉત્તર પ્રદેશના નોઇડા તથા ગ્રેટર નોઇડા વહિવટીતંત્રએ ટ્રાફિકના નિયમોમાં કડકાઇ કરી છે. સ્થાનિક વહિવટી તંત્રએ હેલમેટ વિનાના દ્વિચક્રી વાહનોને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિયમ 1 જૂનથી લાગૂ થશે. નવા નિયમ અનુસાર જિલ્લાધિકારીએ બધા પેટ્રોલ પંપ સંચાલકો અને સંબંધિત વિભાગને નોટિફિકેશન જાહેર કરી દીધું છે. નવો નિયમ લાગૂ થતાં પહેલાં 5 દિવસ જાગૃતતા અભિયાન ચલાવવામાં આવશે.  જિલ્લાધિકારી બૃજેશ નારાયણ સિંહે જિલ્લાના બધા પેટ્રોલ પંપ સંચાલકો સાથે મંગળવારે એક બેઠક કરી અને બેઠકમાં નવા નિયમ વિશે બધાને માહિતગાર કરાવી દીધા. જિલ્લાધિકારીએ નિર્દેશ જાહેર કર્યા છે કે એક જૂનથી નવા નિયમનો કડકાઇપૂર્વક પાલન થવું છે.