આટલા લાખ કરોડનું છે શેર બજાર, ફક્ત મે મહિનામાં રોકાણકારોના ડૂબ્યા 7 લાખ કરોડ

  • આટલા લાખ કરોડનું છે શેર બજાર, ફક્ત મે મહિનામાં રોકાણકારોના ડૂબ્યા 7 લાખ કરોડ

બઇ: શેર માર્કેટમાં ગત નવ દિવસથી ઘટાડાનો દૌર હતો. 10મા દિવસે તેજી જોવા મળી અને Sensex 228 પોઇન્ટ ચઢીને બંધ થયો. NIFTY માં પણ 74 પોઇન્ટનો ઉછાળો નોંધવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર સેંસેક્સની મોટી કંપનીઓ રિલાયન્સ ઇંડસ્ટ્રી, ITC અને SBI માં લાભથી બજારમાં સુધારો છે. રોકાણકારો માટે અત્યાર સુધી મે મહિનો ખૂબ ખરાબ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર ગત 2 અઠવાડિયામાં રોકાણકારોએ 104.7 બિલિયન ડોલર (લગભગ 7 લાખ કરોડ) ગુમાવ્યા છે. સ્ટોક માર્કેટની માર્કેટ કેપ લગભગ 4.8 ટકા ઘટી ગયો છે. રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે 2019માં ભાતીય માર્કેટમાં અત્યાર સુધી કોઇપણ પ્રકારનો વિકાસ નોંધાયો નથી