ધોરણ 10ની પરીક્ષાનું 21 મેએ રિઝલ્ટ, gsebની વેબસાઈટ પર 8 વાગ્યાથી પરિણામ જોઈ શકાશે

  • ધોરણ 10ની પરીક્ષાનું 21 મેએ રિઝલ્ટ, gsebની વેબસાઈટ પર 8 વાગ્યાથી પરિણામ જોઈ શકાશે

ગાંધીનગર: ધોરણ 10નું પરિણામ આગામી 21મી મેએ જાહેર થશે. સવારે 8 વાગ્યાથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ gseb.org પર પરિણામને જોઈ શકાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાંથી વિવિધ જેલોમાં બંધ 89 કેદીઓએ સહિત 11.59 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. માર્કશીટનું સવારે 11 વાગ્યાથી બપોર બાદ 4 વાગ્યા સુધી વિતરણ કરાશે. ગાંધીનગરથી અધિકારીક રીતે શિક્ષણ મંત્રી સવારે 9 વાગ્યે પરિણામની જાહેરાત કરશે.