સુરતમાં મનપાનું મેગા સિંલિગ ઓપરેશન, આખું શૉપિંગ સેન્ટર કરાયું સીલ

  • સુરતમાં મનપાનું મેગા સિંલિગ ઓપરેશન, આખું શૉપિંગ સેન્ટર કરાયું સીલ

સુરત: સુરત મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા વહેલી સવારથી જ શહેરમાં મેગા સિંલિગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે યોગી ચોક ખાતે આવેલા એપલ સ્કવેર નામના આખા શૉપિંગ સેન્ટરને સીલ મારી દેવામાં આવ્યું હતું. જેને લઇ દુકાનદારોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. દુકાનદારોએ શૉપિંગ સેન્ટરની બહાર બેસી દુકાનોના સીલ ખોલવામાં નહીં આવે ત્યાં સુધી ધરણાનો કાર્યક્રમ આપશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

 

સુરત શહેરમાં મનપા દ્વારા સવારે 6 વાગ્યાથી સાત ઝોનમાં મેગા સિંલિગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર સેફ્ટી મુદ્દે મનપા દ્વારા કડક કાર્યવાહી કરવા આવી રહી છે. જેમાં ફાયર વિભાગના અધિકારીઓ પણ સામેલ હતા. સુરત મનપા દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે આ અગાઉ અનેક વખત નોટીસ આપી હોવા છતાં કોઇ કામગીરી ન થતા શહેરના મોલ અને દુકાનોમાં મેગા સિલિંગ કરવામાં આવ્યું રહ્યું હતું. જેમાં 300 જટેલી દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે સીલ તોડવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.