ડાન્સર સપના ચૌધરી એક સમયે 3000 રૂપિયામાં ડાન્સ શો કરતી, આજે છે કરોડોની માલિક

  • ડાન્સર સપના ચૌધરી એક સમયે 3000 રૂપિયામાં ડાન્સ શો કરતી, આજે છે કરોડોની માલિક

નવી દિલ્હી: હરિયાણવી ડાન્સર સપના ચૌધરી આજે પોતાના શોખ ઉપરાંત અનેક મોટા સ્ટાર્સ સાથે કામ કરવાને લઈને ચર્ચામાં છે. રોહતકની સપના ચૌધરી આજે સમગ્ર દેશમાં પોતાના કામના કારણે જાણીતી બની છે. સપના ચૌધરી ડાન્સ ઉપરાંત એક્ટિંગ અને સિંગિંગમાં પણ ડેબ્યુ કરી ચૂકી છે. એક સમયે પોતાની કેરિયર 3100 રૂપિયાથી શરૂ કરનારી સપના ચૌધરી આજે એક શોના લગભગ 5 લાખ રૂપિયા ચાર્જ કરે છે. એટલું જ નહીં સપના પાસે અનેક લક્ઝરી કાર્સ પણ છે.  હરિયાણાના રોહતકમાં જન્મેલી સપના ચૌધરી 28 વર્ષની છે અને બહુ નાની ઉંમરમાં તેણે ગાવાનું અને ડાન્સ કરવાનું શરુ કરી દીધુ હતું. સપનાએ થોડા સમય અગાઉ પોતાના ડાન્સ શોઝ માટે આલોચનાનો પણ સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ સપનાએ આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી હતી. પછી ટીવી રિયાલિટી શો બિગ બોસની સિઝન 11માં તેને તક મળી અને ત્યારથી તેની  લાઈફ બદલાઈ ગઈ.