6 તબક્કા બાદ મહામિલાવટીઓના સરકાર બનાવવાના સપનાંઓ પર પાણી ફરી વળ્યું- મોદી

  • 6 તબક્કા બાદ મહામિલાવટીઓના સરકાર બનાવવાના સપનાંઓ પર પાણી ફરી વળ્યું- મોદી

ટનાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બિહારના પાલીગંજમાં કોંગ્રેસ અને વિપક્ષને આડેહાથે લીધા. તેમણે કહ્યું કે, અત્યાર સુધીના ફેઝ બાદ મહામિલાવટીયોના સપનાંઓ પર પાણી ફરી ગયું છે. તેમને ફક્ત તેમના પરિવારની જ ચિંતા છે. નામદાર અથવા બિહારના ભ્રષ્ટ પરિવારને જો ગરીબની ચિંતા થાત તો કૌભાંડ કરતા પહેલા તેમના હાથ ધ્રુજી ગયા હોત. વિપક્ષની આંખો માત્ર મફતનો માલ લેવા માટે જ ખુલે છે. મોદીએ કહ્યું કે, 4-5 તબક્કાઓની ચૂંટણી બાદ તમામ સર્વે વાળાઓએ કહી દીધું છે કે એનડીએની સરકાર બની રહી છે. પછી મોદી કેમ સાતમા તબક્કા સુધી મહેનત કરી રહ્યા છે? મહામિલાવટી લોકોમાં એક મજબૂર સરકાર બનાવવાના સપના જોઈ રહ્યા હતા પણ તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. તેમના નકારાત્મક પ્રચારમાં ફક્ત બે જ મુદ્દાઓ છે. એક મોદીની છબી ખરાબ કરો અને બીજું મોદીને હટાવો.