રાજ્યમાં ચોમાસું મોડું આવવાની શક્યતા, આગામી સાત દિવસ સુધી ગરમીથી મળશે રાહત

  • રાજ્યમાં ચોમાસું મોડું આવવાની શક્યતા, આગામી સાત દિવસ સુધી ગરમીથી મળશે રાહત

અમદાવાદ: ગુજરાતમાં એક સપ્તાહ સુધી ગરમીથી તો રાહત મળશે સાથે હવામાન વિભાગ કહ્યું છે કે, આ વખતે મોનસૂન 5 દિવસ મોડું બેસી શકે છે. મોનસૂન 6 જૂને કેરળના કિનારે ટકરાશે. સામાન્ય રીતે ચોમાસુ 31 મે કે 1 જૂન સુધીમાં કેરળ પહોંચે છે. નોંધનીય છે કે, કેરળમાં મોનસુન પ્રવેશ કર્યાના 3 અઠવાડિયા બાદ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય છે. 

હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ પશ્ચિમ મોનસુન અંતર્ગત આ વખતે દેશમાં 96 ટકા વરસાદ થશે. અંદામાન સમુદ્ર, નિકોબાર દ્વીપ અને પૂર્વી-દક્ષિણ બંગાળમાં મોનસૂન 18-19 મેનાં રોજ પહોંચશે. જે બાદ મોનસૂન 6 જૂને કેરળ પહોંચે તેવી પૂરી શક્યતા છે. જેમાં ચાર દિવસ વધુ કે ઓછા થઈ શકે છે. સાથે જ કેરળમાં ચોમાસાને પહોંચ્યાના 3 અઠવાડિયા બાદ તે ગુજરાત પહોંચશે.