DCP કે પાસ જાવ કે ફરિયાદ કરો પૈસૈ નહિ દીયે તો ગોલી ખાવ: કુખ્યાત શિવા મહાલિંગમની ધમકી

  • DCP કે પાસ જાવ કે ફરિયાદ કરો પૈસૈ નહિ દીયે તો ગોલી ખાવ: કુખ્યાત શિવા મહાલિંગમની ધમકી
    DCP કે પાસ જાવ કે ફરિયાદ કરો પૈસૈ નહિ દીયે તો ગોલી ખાવ: કુખ્યાત શિવા મહાલિંગમની ધમકી

/અમદાવાદ: સામાન્ય રીતે પોલીસ ફરિયાદ બાદ ફરિયાદીની મુશ્કેલીમાં ઘટાડો થતો હોય છે. પણ અમદાવાદના જુહાપુરાના બિલ્ડરે કુખ્યાત ગુનેગાર શિવા મહાલિંગમ પર ફરિયાદ બાદ મુશ્કેલીમાં વધારો થયો છે. શું મુશ્કેલીમાં વધારો થયો છે. બિલ્ડરે પોલીસ ફરિયાદ કર્યા બાદ બિલ્ડર પાસે માગવામાં આવેલી રકમને ત્રણ ગણી વધારીને 50 લાખ રૂપિયાથી 2 કરોડ કરી દીધી છે. 

અમદાવાદના જુહાપુરા વિસ્તારના બિલ્ડર ઇસ્માઇલ શેખ ઉર્ફે સજ્જો ને એક માસ અગાઉ આરોપી શિવા મહાલિંગમએ ફોન કરી 50 લાખની ખંડણી માંગી હતી. આરોપી શિવાએ બિલ્ડરનેએ પણ ધમકી આપી હતી જો 50 લાખની ખંડણી નહિ આપે તો તેને અને તેના પરિવારને ગોળી મારી દેશે. ત્યાર બાદ ફરિયાદીએ વેજલપુર પોલીસનો આશરો લીધો અને શિવા મહાલિંગમ સામે ફરિયાદ નોંધાવી હતી.