પંચમહાભૂતમાં વિલીન થયો સંત સદારામબાપુ બાપુનો પાર્થિવ દેહ, ઉમટ્યું માનવ મહેરામણ

  • પંચમહાભૂતમાં વિલીન થયો સંત સદારામબાપુ બાપુનો પાર્થિવ દેહ, ઉમટ્યું માનવ મહેરામણ

બનાસકાંઠા: કાંકરેજના ટોટાણા આશ્રમના સંત સદારામ બાપુના આજે અંતિમ સંસ્કાર કરાવામાં આવ્યા હતા. બાપુના ટોટાણા આશ્રમના પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિથી કરાયા અગ્નિ સંસ્કાર સંતો દ્વારા બાપુને અગ્નિ દાહ આપવામાં આવ્યો હતો. બાપુના અંતિમ દર્શન કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કોંગ્રેસના નેતા અમિત ચાવડા પણ પહોંચ્યા હતા.

ભક્તો અને લોકોને બાપુના દર્શન થાય તે માટે આશ્રમથી પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાલખી યાત્રા ટોટાણાથી નીકળી થરા શહેરમાં કાઢવામાં આવી રહી હતી. બાપુને શ્રદ્ધાજલિ આપવા માટે થરા શહેર દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું હતું. ટોટાણામાં શાસ્ત્રોત વિધિથી બાપુના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. અનેક મોટા નેતાઓ અને મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોની હાજરીમાં બાપુને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

 

કાંકરેજ તાલુકાના ટોટાણા આશ્રમના સંત સદારામ બાપુ છેલ્લા કેટલાય વર્ષોથી સંસારનો ત્યાગ કરી પ્રભુ ભક્તિ થકી સમાજના દુષણો દુર કરવા તેમજ સમાજ સુધારણાનું કામ કરતા હતા. 111 વર્ષના સંત સદારામ બાપુ પાછલા થોડા દિવસોથી બિમાર હતા. જેના કારણે તેમને સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.