કાશી - વિશ્ર્વનાથ નગરીનો વડાપ્રધાન મોદીએ અભૂતપૂર્વ ર્જીણોધ્ધાર કર્યો: રાજુભાઇ ધ્રુવ

  • કાશી - વિશ્ર્વનાથ નગરીનો વડાપ્રધાન મોદીએ અભૂતપૂર્વ ર્જીણોધ્ધાર કર્યો: રાજુભાઇ ધ્રુવ

રાજકોટ તા. 15
ભારતીય જનતા પક્ષના નિષ્ઠાવાન કાર્યકર્તા તરીકે છેલ્લા 30 વર્ષોથી સતત સક્રિયતા સાથે કાર્યરત તેમજ ભાજપના સૌરાષ્ટ્ર-કચ્છ વિભાગના મીડિયા સંયોજક અને વિભાગીય પ્રવક્તા તરીકે 1997થી જવાબદારી નિભાવી રહેલા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ યુપીની કાશી-વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં સંસદીય મતવિસ્તારમાં કાશીમાં થયેલ વિકાસ કાર્યોનાં પ્રચાર-પ્રસાર અર્થે નિષ્ઠા સાથે કાર્યરત છે. કાશી-બનારસમાં રાજુભાઈ ધ્રુવે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તથા અન્ય સંસ્થાઓના ઉપક્રમે કાશી ખાતે યોજાયેલ પ્રબુદ્ધ નાગરિક સંમેલન કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહી સૌ કોઈને વધુમાં વધુ મતદાન થાય તે માટે ઉપયોગી સૂચનો સાથે અપીલ કરી હતી. રાજુભાઈ ધ્રુવે કાશી-બનારસનાં ઘાટ પર ગંગા આરતી વેળાએ પણ સમગ્ર દેશ માં થી આવતા યાત્રાળુઓ માં શ્રી મોદીજી ની લોકપ્રિયતા અનુભવી હતી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિક્રમજનક સરસાઈ સાથે વારાણસી બેઠક પરથી જીત મેળવશે તેવો લોકમિજાજ અનુભવ્યો હતો.
વર્ષ 2002માં ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની રાજકીય કારકિર્દીની સૌ પ્રથમ ચૂંટણી રાજકોટથી લડ્યા હતા ત્યારે પણ રાજુભાઈ ધ્રુવે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં પ્રચાર પ્રસારમાં મીડિયા સેલના કાર્યકર્તા તરીકે જવાબદારી નિભાવેલ હતી. વર્ષ 2014માં જ્યારે ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ વખત વારાણસી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી ત્યારે પણ અનેક કાર્યકર્તાઓની સાથે રાજુભાઈ ધ્રુવ કાશી-વારાણસી જઇ પ્રચાર પ્રસાર કાર્યમાં જોડાયા હતા અને શ્રી નરેન્દ્રભાઈ મોદી વિક્રમજનક સરસાઈ સાથે જીત મેળવે એ માટે પ્રચાર-પ્રસાર કાર્યમાં યથાશક્તિ કામ કર્યું હતું અને હવે 2019માં પણ રાજુભાઈ ધ્રુવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં સંસદીય મતવિસ્તાર કાશી-વારાણસી જઈ તેમનાં વિકાસ કાર્યોનો પ્રચાર-પ્રસાર કાર્યમાં લાગી ગયા છે.