ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, આવતી કાલ રાતથી બંગાળમાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ

  • ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, આવતી કાલ રાતથી બંગાળમાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ
    ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, આવતી કાલ રાતથી બંગાળમાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે હિંસા બાદ મોટી કાર્યવાહી કરી છે. પર્યવેક્ષક અધિકારીઓના રિપોર્ટ બાદ આ કાર્યવાહી કરાઈ છે. ચૂંટણી પંચે અનેક મોટા અધિકારીઓની હકાલપટ્ટી કરી. પશ્ચિમ બંગાળના પ્રધાન સચિવને હટાવવામાં આવ્યાં. ચૂંટણી પંચે બંગાળમાં પ્રચારનો સમય ઘટાડ્યો. સાતમા તબક્કા માટે કોઈ પણ પ્રકારની રેલી, રોડ શો પર રોક લગાવવામાં આવી છે. આ આદેશ આવતી કાલે રાતે 10 વાગ્યા પછી લાગુ થશે.    પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી 2019 દરમિયાન હિંસાને જોતા ચૂંટણી પંચે આગામી 19મી મે સુધી ચૂંટણી પ્રચાર પર રોક લગાવી દીધી છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની 9 લોકસભા બેઠકો પર તમામ રાજકીય પક્ષોના ચૂંટણી પ્રચાર પર રોક લગાવી છે. 19મી મેના રોજ થનારા સાતમા તબક્કાના મતદાન માટે તમામ પાર્ટીઓની રેલીઓ, જનસભાઓ અને રોડ શો પર પ્રતિબંધ મૂકાયો છે.