ગેમના ચક્કરમાં આ બોલીવુડ અભિનેત્રીએ બનાવી લીધી પોતાની આવી હાલત

  • ગેમના ચક્કરમાં આ બોલીવુડ અભિનેત્રીએ બનાવી લીધી પોતાની આવી હાલત

નવી દિલ્હીઃ તાપસી પન્નૂની થ્રિલર ફિલ્મ 'ગેમ ઓવર'નું ટીઝર બુધવારે રિલીઝ થઈ ગયું છે. તેમાં તાપસી વ્હીલ ચેરમાં જોવા મળી રહી છે અને તેની ઓળખ એક રહસ્યમયી યુવતીના રૂપમાં દેખાડવામાં આવી છે. એક મિનિટ પચ્ચીસ સેકન્ડના આ વીડિયોમાં વધારે પડતા ઘરની અંદર અને બહારના દ્રષ્યને દેખાડવામાં આવ્યા છે. આ ખૂબ ડરાવણું અને કોઈ પઝલ જેવું લાગી રહ્યું છે.  અશ્વિન સરવનને તેને દિગ્દર્શિત કરી છે અને વાય નોટ સ્ટૂડિયોએ રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટની સાથે મળીને તેને પ્રોડ્યૂસ કરી છે. ગત સપ્તાહે અનુરાગ કશ્યપે ખુલાસો કર્યો હતો કે તે 'ગેમ ઓવર'નું હિન્દી આવૃત્તિ પ્રસ્તુત કરશે જેમાં રોન યોહાનનું મ્યૂઝિક હશે.