ITR Alert: રિટર્ન ભરતાં પહેલાં જરૂર જાણી લો આ મહત્વપૂર્ણ વાતો, નહી તો લાગશે મોટી પેનલ્ટી

  • ITR Alert: રિટર્ન ભરતાં પહેલાં જરૂર જાણી લો આ મહત્વપૂર્ણ વાતો, નહી તો લાગશે મોટી પેનલ્ટી
    ITR Alert: રિટર્ન ભરતાં પહેલાં જરૂર જાણી લો આ મહત્વપૂર્ણ વાતો, નહી તો લાગશે મોટી પેનલ્ટી

નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2018-19 માટે રિટર્નનો સમય નજીક આવી રહ્યો છે. એવામાં તમે પણ પોતાનું રિટર્ન ભરતાં પહેલાં જ પ્લાન બનાવી લો. તમે રિટર્ન ભરવાની તૈયારી કરી રહ્યા છો તો યાદ રાખો, કે પોતાની આવકનું વિવરણ બિલકુલ યોગ્ય રીતે ભરો. તમારા દ્વારા આપવામાં આવેલી જાણકારીને ઇનકમ ટેક્સ વિભાગ તપાસ કરે છે. તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણ, બચત, ખરીદી વગેરે રિપોર્ટ ઇનકમ ટેક્સ વિભાગને મળે છે. આ જાણકારી એનુઅલ ઇન્ફોર્મેશન રિટર્ન (એઆઇઆર) દ્વારા ઇનકમ ટેક્સ વિભાગને સંબંધિત નાણાકીય સંસ્થાને મોકલે છે. એનુઅલ ઇન્ફોર્મેશન રિટર્ન (એઆઇઆર) એક બિઝનેસ વર્ષ દરમિયાન નાણાકીય લેણદેણને નાણાકીય સંસ્થાઓને ભરવાની હોય છે. એઆઇઆર ભરવાની જવાબદારી તે સંસ્થાઓની હોય છે, જેના દ્વારા તમે નાણાકીય લેણદેણ કરી છે. આ સંસ્થાઓની જવાબદારી એ પણ હોય છે કે તે નાણાકીય લેણદેણ કરનાર વ્યક્તિના પાન નંબરનો ઉલ્લેખ કરે. સાથે જ તે વ્યક્તિનો પિનકોડ સહિત પુરું એડ્રેસ પણ જણાવો.