કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં યોગીને અજયસિંહ બિષ્ટ કહેવાતા હંગામો થયો

  • કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં યોગીને અજયસિંહ બિષ્ટ કહેવાતા હંગામો થયો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ દરમિયાન નેતાઓના આરોપ-પ્રત્યારોપ પણ ચરમસીમાએ છે. આ બધા વચ્ચે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાની એક પ્રેસ કોન્ફરન્સમાં આજે હોબાળાની સ્થિતિ પેદા થઈ ગઈ. વાત જાણે એમ છે કે કોંગ્રેસ નેતા પવન ખેડા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં હતાં. આ દરમિયાન અચાનક એક વ્યક્તિ ઉભો થયો અને બૂમો પાડવા લાગ્યો કે યોગી આદિત્યનાથને અજયસિંહ બિષ્ટ કહેવું એ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે.