જૂના માર્કેટિંગ યાર્ડમાં બારદાનની દુકાનમાં આગ લાગતા નાસભાગ

  • જૂના માર્કેટિંગ યાર્ડમાં બારદાનની દુકાનમાં આગ લાગતા નાસભાગ

ફાયરબ્રિગેડના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી
રાજકોટ તા,15
શહેરના જૂના માર્કેટીંગ યાર્ડમાં આવેલી હરિઓમ ટ્રેડીંગ નામની બારદાનની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી આગ લાગ્યાની જાણ થતા બેડીપરાના ફાયર બ્રિગેડનો સ્ટાફ ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચી જઈ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. અંદાજે 20 મિનિટ સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો દુકાનનાં માલિક કિશોરભાઈ વિંછીયા હોવાનું જાણવા મળે છે આગ લાગ્યાનુ કોઈ કારણ હજુ સુધી સામે આવ્યુ નથી. કોઈ જાનહાની થયેલી નથી તેમજ આગથી નુકશાનનો કોઈ આંકડો બહાર આવ્યો નથી.