પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થતા તત્કાલ રીપેર કરાવતા કોર્પોરેટર અતુલ રાજાણી

  • પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થતા તત્કાલ રીપેર કરાવતા કોર્પોરેટર અતુલ રાજાણી

રાજકોટ તા. 15
છેલ્લા ઘણા દિવસોથી પોપટપરા, રઘુનંદન, કૃષ્ણનગર, મીયાણાવાસ, રેલનગર જેવા વિસ્તારોમાં પાણી મળતું ન હતું એવામાં આજ રોજ પાણીના વાલ્વ સમયસર ખુલ્યા ન હોવાની ફરીયાદો મળતા જાગૃત કોર્પોરેટર અતુલભાઇ રાજાણી તથા વોર્ડ પ્રમુખ ગૌરવભાઇ પુજારા તાત્કાલીક સ્થળ પર પહોચેલ ત્યાં જઇ સ્થીતીનું આંકલન કરી ડેપ્યુટી કમિશ્ર્નર અને સિટી એન્જીનીયર સાથે ટેલીફોનીક સંપર્ક કરી તાળબતોબ વાલ્વ ખોલાવી લોકોને પાણી મળતું કરાવ્યું હતું.
આજ સમયે અચાનક જ પોપટપરા મેઇન રોડ પર પાણીની મુખ્ય લાઇન તુટી ગયેલ અને કૃષ્ણનગર શેરીનં. - 1,2 તથા બાકીના વિસ્તારમાં ફોર્સ આવતો બંધ થઇ ગયેેલ આ વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી પાણી મળતું ન હોય પીવા સુધાનું પાણી પણ 
ગઇ કાલના દિવસે મળેલ ન હતું. તેની ગંભીરતા ધ્યાનમાં રાખી અધિકારીઓને તાત્કાલીક સ્થળ પર બોલાવી ગણતરીના સમયમાંજ લાઇન રીપેર કરાવેલ અને જે શેરીઓમાં પાણી મળતું ન હતુ તેવી શેરીઓમાં અધીકારીઓને
એક - એક ઘર પર લઇ જઇ લોકોના પાણીનમા પ્રશ્ર્નના નિરાકરણ માટે વ્હેલી સવારથી સતત લોકો અને અધીકારીઓે સાથે રહી લોકોને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરી હતી.