શંકાશીલ સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરિણીતાએ જીવ ટૂંકાવ્યો

  • શંકાશીલ સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરિણીતાએ જીવ ટૂંકાવ્યો

રાજકોટના બજરંગવાડીના પુનિતનગરમાં રહેતી મુસ્લિમ પરિણીતાએ ગત મોડી રાત્રે તેના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા એક દીકરીએ માતાનું છત્ર ગુમાવ્યું છે જંગલેશ્વરમાં રહેતા તેણીના પિતાએ શંકાશીલ સાસરીયાઓના ત્રાસને લીધે દીકરીએ આ પાવગણુ ભરી લીધું હોવાનો આક્ષેપ કર્યો હતો પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે 
શહેરના પુનિતનગરના બજરંગવાડીમાં રહેતી નગમાબેન સમીરભાઈ હાજીભાઇ હાલા નામની 25 વર્ષીય મુસ્લિમ પરિણીતાએ ગત રાત્રે ત્રણેક વાગ્યાના સુમારે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી ઘટના અંગે કંટ્રોલમાં જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના એએસઆઇ જયસુખભાઇ હુંબલ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી પ્રાથમિક તપાસમાં નગ્માના લગ્ન 5 વર્ષ પૂર્વે થયા હોવાનું અને તેણીને સંતાનમાં એક દીકરી હોવાનું જાણવા મળ્યું છે જંગલેશ્વરમાં રહેતા નગ્માના પિતા આમદભાઈ ખાનભાઈ બામ્ભણીયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે લગ્ન બાદ દીકરી નગ્માને એક્ટીવા લઇ દીધું હતું અને એ એક્ટિવા લઈને પોતે શાકભાજી લેવા જવા સહિતના ઘરના કામ કરતી હતી પરંતુ સાસરિયાઓ તેના દરેક કામમાં શંકા કરતા હતા આ જ શંકા-કુશંકાને લીધે ઝઘડા પણ થતા હતા અને તેને જ લીધે દીકરીએ આત્મઘાતી પગલું ભરી લીધું છે જો કે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.
નગમાનો પતિ કોમોડિટીની ઓફિસમાં નોકરી કરતો હોવાનું અને નગમાં ચાર ભાઈ એક બહેનમાં ત્રીજા નંબરે હતી ચાર ભાઈઓની એકની એક બહેનના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.