શું ‘દલિત’ માણસ નથી ? આભડછેટ સમાજ વ્યવસ્થા માટે જોખમી

  • શું ‘દલિત’ માણસ નથી ? આભડછેટ સમાજ વ્યવસ્થા માટે જોખમી

ઘોડા ઉપર કેમ ચઢ્યો ? તું મુછો કેમ રાખે છે ? મંદિરમાં પુજા કરતા અટકાવવામાં આવે છે ?
કારણ-રાજકારણીઓ નથી ઈચ્છતા જાતિવાદ દૂર થાય ? રાજકોટ તા,15
ભારત દેશ બદલાઈ રહ્યો છે ન્યુ ઈન્ડિયાની માત્ર ટી.પી. ઉપરજ વાતો કરવામાં આવે છે. ખરેખર વાસ્તવિકતા સાવ જુદી જ છે. દેશ હજુ જુની પરંપરામા ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતભરમાં દલિતોને સત્તાવવાની ફરિયાદો સતત વધી રહી છે અનેક કિસ્સાઓ બહાર પણ આવ્યા છે.
‘શું દલિત માણસો નથી?’ બીજા દેશના લોકો આવી ઘટનાઓ ઉપર શું વિચારતા હશે. 
શું આટલીમોટી સંખ્યાને અલગ કરી દેવી, તેમને અપમાનતિ કરવા તેમને વંચિત રાખવા એ યોગ્ય છે ?
સતત દલિતોનું અપમાન થઈ રહ્યું છે, આભડછેટ રાખવી, મંદિરમાં પુજા ન કરવા દેવી, ગરબા ન રમવા દેવા, મુછો નહી રાખવા જેવી અનેક ઘટનાઓ ગુજરાતમાં બની છે તેના ઉપર વિવાદો થયા છે. ન્યુ ઈન્ડિયાની વાતો થાય છે. વાસ્તવમાં ભારત સ્વચ્છ ત્યારે જ થઈ શકે જ્યારે નાત-જાતના ભેદભાવ ખતમ કરી દેવાય.
ઉંચ-નીચનો ભેદભાવ હજુ ડિઝિટલ યુગમાં પણ ચાલી રહ્યો છે ત્યારે આવી ઘટનાઓ આકાર લે ત્યારે જાતિવાદ ભેદભાવને પુરો કરવા સરકાર કેમ કોઈ પગલા લઈ શકતી નથી, જો સરકાર એકવાર રોકવાની પહેલ કરશે તો જરૂર અનેક કિસ્સાઓ રોકી શકાશે.
ઘોડી પર સવાર થયેલા એક વરરાજા પરનો હુમલો દેશમાં સેંકડો દલિત વરરાજાને ઘોડી પર ચડતા રોકતો હોય છે ત્યારે ખાસ કરીને ગામડાઓમાં સમાજ હજુ પણ સ્થિર છે અને દલિતો ઘણી જગ્યાએ આર્થિક રીતે સવર્ણો પર નિર્ભર છે.
આધુનિકતા અને લોકતંત્રમાં આટલા વર્ષોના અનુભવ પછી પણ કેટલાય સમુદાય સભ્ય કેમ બની શકતા નથી. એ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. એવી કઈ બાબતો છે જેને કારણે સવર્ણોએ માનવા તૈયાર નથી કે અન્ય જ્ઞાતિના લોકો પણ તેમના જેવા જ માણસ છે.
ભારતને લોકતંત્ર જેવી આધુનિક હાલત વ્યવસ્થા તો અપનાવી 
લીધી છે પણ સમાજના ધર્મ તથા જ્ઞાતિની વાડાબંધીનો આઘાત બની રહ્યા છે. દલિત અત્યાચારના નોંધાયેલ કિસ્સા વર્ષ સંખ્યા
2001 1,034
2002 1007
2003 897
2004 929
2005 962
2006 991
2007 1115
2008 1,165
2009 1084
2010 1009
2011 1083
2012 1074
2013 1192
2014 1122
2015 1048
2016 1355
2017 1515
2018 1543 ગામડાઓમાં મૃત્યુ બાદ પણ ભેદભાવ ચાલુ રહે છે આજે પણ ગુજરાતના અનેક ગામડાઓમાં દલિતોને મંદિરમાં પ્રવેશ્વા દેવામાં નથી આવતા. મૃત્યુ બાદ પણ ભેદભાવ ચાલુ રહેછે અને કેટલાક ગામડાઓમા દલિતો માટે અલગ સ્મશાનગૃહ હોય છે. દેશભરમાં દલિતો વિરુધ્ધ વધી રહેલી હિંસામાં ગુજરાત બીજા નંબરે દેશભરમાં દલિતો વિરુધ્ધ વધી રહેલી હિંસામા દેશભરમાં 65 ટકા કેસ દલિતો પર હિંસાના નોંધાયા છે. ઉત્તરપ્રદેશમાં ધૃણા આધારિત હિંસાની સૌથી વધુ 57 ઘટના બની છે જ્યારે ગુજરાતમાં આવી કુલ 22થી વધુ ઘટના નોંધાઈ છે.    ગાંધીનગરના લિંબોદરા ગામમાં મુછ રાખવા મામલે એક દલિત યુવાનને માર મારવામાં આવ્યો.
 આણંદ જિલ્લાના ભાદરપૂણિવા ગામમાં ગરબા જોવા જતા થયેલી બબાલ બાદ દલિત યુવાનની હત્યા કરવામાં આવી
 ઉનાકાંડમાં મૃત ગાયને લઈને જઈ રહેલા દલિત યુવાનને ઢોર માર મારવામાં આવ્યો.
 બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કરમ ગામે મુતપશુને ઉપાળવાથી દલિતોએ ના પાડતા માર મારવામાં આવ્યો
 બોરસદ તાલુકાના નિસરાવા ગામમાં દલિત યુવાને બાઈક પર ‘બાપુ’ લખાવ્યુ હતું ટોળાએ મારમાર્યો હતો
 તાજેતરમાં વરરાજાને ઘોડા ઉપર બેસવા બાબતે પથ્થરમારો કરવામાં આવ્યો
 બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એક દલિત પરિવારે લગ્નની આમંત્રણ પત્રિકામાં નામની સાથે ‘સિંહ’ લખાવતા પરિવારની ધમકી મળી હતી
 2018માં ભાવનગર જિલ્લાના ટીંબી ગામ ખાતે ઘોડો રાખવાના કારણસર દલિત યુવકની હત્યા કરવામાં આવી.  દલિત વિરુધ્ધક હિંસાની ઘટનાઓમાં કાયદો અને વ્યવસ્થાને જાળવવાની જવાબદારી જેમના માથે છે એ લોકો નિક્ષયક્ષ રહી શકતા નથી.
 બિનદલિતોમાં જુની માનસિકતા વધુ દ્રઢ બની છે
 દેશમાં કટ્ટરવાદ જેટલો વધશે આવી ઘટનાઓમાં એટલો જ વધારો થશે
 નફરત આધારિત આવી ઘટનાઓના દોષીતોને રાજકીય લાભ મળવા લાગ્યા છે
 દેશનું બિનસાંપ્રદાયિક માળખુ તુટી રહ્યું છે એટલે જ્ઞાતિ આધિારિત, લિંગભેદ આધારિત અને લઘુમતી વિરુધ્ધના ગુનાઓનું પ્રમાણ વધવા લાગ્યું છે.