મવડીમાં દંપતી ઉપર ટપોરી ટોળકીનો હુમલો

  • મવડીમાં દંપતી ઉપર ટપોરી ટોળકીનો હુમલો

રાજકોટના મવડીમાં કચરાગાડીવાળાને દૂર જવાનું કહી જોરથી હોર્ન વગાડી મહિલાને માર માર્યા બાદ તેના પતિ ઉપર લોખંડના સળીયા અને પથ્થરથી હુમલો કરી મારી નાખવાની ધમકી આપનાર છ શખ્સો સામે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તમામની શોધખોળ હાથ ધરી છે.
શહેરના મવડી ગામમાં રહેતા અને ખેતીકામ કરતા પ્રવીણભાઈ લક્ષ્મણભાઇ મેઘાણી નામના પટેલ ખેડૂતે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કાલે સવારે હું સોરઠીયા સમાજની વાડીએ હતો ત્યારે મારા પુત્ર પ્રતીકનો ફોન આવ્યો હતો અને ઘરે માથાકૂટ થઇ છે તેમ કહેતા તાબડતોબ ગયો હતો પત્ની જ્યોત્સ્નાબેનને પૂછતાં તેણે એવું જણાવ્યું હતું કે પોતે કચરો ફેંકવા નીકળી ત્યારે નજીકમાં રહેતો પ્રકાશ પાછળથી હોર્ન મારતો હોય તેને થોડીવાર ઉભું રહેવાનું કહેતા તેણે કચરાવાળાને ગાડી આગળ લઇ લેવા જણાવ્યું હતું ના પાડતા દરબારનો દીકરો છું, હું કહું તે મારુ સાંભળવાનું તેમ કહી સાવરણો મારવા જતા મારા ભાઈએ બચાવી લીધા હતા બાદમાં હમણાં આવું કહી જતો રહેલ અને થોડીવાર પછી પ્રકાશ તેની પત્ની અને ટિટિયાને લઈને આવ્યો હતો લોખંડનો સળિયો મારવા જતા પકડી લીધેલ અને બાદમાં જતા રહ્યા હતા પછી અગ્યારેક વાગ્યે મિત્રની ઓફિસે બેઠો હતો ત્યારે પ્રકાશ, ટિટિયો અને ચાર અજાણ્યા માણસોએ આવી પથ્થર અને લોંખડના સળીયાથી માર માર્યો હતો અને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પીએસઆઇ એસ આર વળવી સહિતના સ્ટાફે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.