ચૂંટણી પંચની કાર્યવાહીથી મમતા બેનર્જી અકળાયા, કહ્યું- 'ભાજપના નિર્દેશ પર ECએ નિર્ણય લીધો'

  • ચૂંટણી પંચની કાર્યવાહીથી મમતા બેનર્જી અકળાયા, કહ્યું- 'ભાજપના નિર્દેશ પર ECએ નિર્ણય લીધો'

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી ચૂંટણી હિંસાને ધ્યાનમાં લઈને રાજ્યની નવ લોકસભા બેઠકો પર આગામી 19મીએ થનારા મતદાન માટે નિર્ધારિત પ્રચાર સમય કરતા એક દિવસ અગાઉ પ્રચાર પર પ્રતિબંધ લાદવાના ચૂંટણી પંચના નિર્ણય પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આકરી પ્રતિક્રિયા આપી છે. મમતાએ ચૂંટણી પંચ પર આરોપ લગાવતા કહ્યું કે આ નિર્ણય ભાજપના નિર્દેશ પર લેવાયો છે.    મમતાએ ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને પીએમ મોદી પર નિશાન સાધ્યું. મમતાએ કહ્યું કે, "કોલકાતામાં અમિત શાહે તોફાન કરાવ્યું, શાહ પર કાર્યવાહી થવી જોઈએ. મોદીજી મારાથી અને બંગાળથી ડરે છે."