તબડક તબડક: ઘોડાની જેમ દોડતી મહિલા!

  • તબડક તબડક: ઘોડાની જેમ દોડતી મહિલા!

નોર્વે તા.23
નોર્વેની એક મહિલા ઘોડાની જેમ દોડી રહી છે. તેનો વિડીયો જોઈને પણ તમે ચોંકી જશો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેને અંદાજીત 2 કરોડથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે.
મહિલા અંગે વધારે માહિતી સામે આવી નથી પરંતુ એક ટ્વીટ પર આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર આવા અનેક વિડીયો જાહેર કર્યા છે. તે મહિલાનું નામ આયલા કિર્સટિન છે.
કેટલીક વેબસાઈટ દ્વારા મહિલાને ઈન્ટરનેટ સેંસેશન કહેવામાં આવી રહી છે. મહિલાનો વિડીયો પહેલા જર્મનીમાં ટ્વિટર પર વાઈરલ 
થયો હતો. જેમાં તે કાચા રોડ પર અને ખેતરમાં દોડતી અને કૂદકા મારતી જોવા મળી હતી. 3 મહિના પહેલા ઘોડાની જેમ દોડતી મહિલાનો વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો.