આગકાંડ: સુરતમાં સ્થિતિ બેકાબુ પોલીસે કર્યો લાઠીચાર્જ, PASSએ આપ્યું બંધનું એલાન

  • આગકાંડ: સુરતમાં સ્થિતિ બેકાબુ પોલીસે કર્યો લાઠીચાર્જ, PASSએ આપ્યું બંધનું એલાન

સુરત: શહેરના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગને કારણે 20 જેટલા લોકોના મોત થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતની આગની ઘટના બાદ સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવતા તંત્ર સામે સુત્રોચાર કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા રોષે ભરાયેલા લોકો પર હળવો લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સુરત પાસની ટીમ દ્વારા સુરત બંધનું એલાન આપાવમાં આવ્યું છે. 

રોષે ભરાયેલા લોકો દ્વારા પોલીસ પર હળવો પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં એક વ્યક્તિની ઇજા પહોંચી હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. પોલીસ દ્વારા લોકોના ટોળાને દૂર કરવા માટે પોલીસ દ્વારા હળવો લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોમાં રોષ વધી રહ્યો છે. લોકોના ટોળું વઘતા પોલીસને મુશ્કેલી પડતી હોવાથી પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો છે.