NDA સરકારના નવા મંત્રીમંડળમાં જોવા મળી શકે છે નવા ચહેરા, આ નામ પર સૌની નજર

  • NDA સરકારના નવા મંત્રીમંડળમાં જોવા મળી શકે છે નવા ચહેરા, આ નામ પર સૌની નજર

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરવાની સાથે ભારતીય જનતા પાર્ટીએ સતત બીજી વખત વિજય મેળવ્યો છે. હવે દરેકી નજર નવી સરકારની રચના પર છે. એવા પણ અનુમાન વ્યક્ત થઈ રહ્યા છે કે, મોદીના નવા મંત્રીમંડળમાં અમિત શાહ સહિત અનેક નવા ચહેરાને સ્થાન મળી શકે છે. સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને અમેઠીમાં હરાવ્યા હોવાથી તેમને મોટી જવાબદારી મળી શકે છે. સાથે જ આ વખતે અનેક યુવાન ચહેરાઓ પ્રથમ વખત ચૂંટાયા છે અને તેમને પણ મંત્રીપદ મળી શકે છે. પૂર્ણ બહુમત સાથે બીજી વખત નરેન્દ્ર મોદી સરકાર બનાવવા જઈ રહ્યા છે ત્યારે હવે સૌની નજર તેમના નવા મંત્રીમંડળ પર છે.   શુક્રવારે નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સામુહિક રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિએ વડાપ્રધાન સહિત મંત્રીમંડળનું રાજીનામું સ્વીકારીને નરેન્દ્ર મોદીને નવી સરકારની રચના થાય ત્યાં સુધી કામચલાઉ વડાપ્રધાન પદે રહેવા જણાવ્યું છે.