ચાર્જિંગ સમયે મોબાઈલ વાપરતા હોય તો ચેતી જજો, વડોદરાના યુવક સાથે બન્યો લાલબત્તી સમાન કિસ્સો

  • ચાર્જિંગ સમયે મોબાઈલ વાપરતા હોય તો ચેતી જજો, વડોદરાના યુવક સાથે બન્યો લાલબત્તી સમાન કિસ્સો
    ચાર્જિંગ સમયે મોબાઈલ વાપરતા હોય તો ચેતી જજો, વડોદરાના યુવક સાથે બન્યો લાલબત્તી સમાન કિસ્સો

વડોદરા :મોબાઈલના ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. જો તમને પણ મોબાઈલ ચાર્જિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો આ કિસ્સો લાલબત્તી સમાન છે. વડોદરામાં મોબાઈલ ચાર્જિગ કરતી વખતે યુવાનનું મોત નિપજ્યું છે. ચાર્જિગ સાથે ફિલ્મ જોતા યુવાનને કરંટ લાગ્યો છે.  

 

શહેરના પરશુરામ ભઠ્ઠા ભાથુજીનગરમાં મૂળ યુ.પી.નો વતની શિવભારતી બાબુભારતી ભારતી (ઉં.વ.18) ભાડાના મકાનમાં રહેતો હતો. શિવભારતી ફર્નિચરનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. મોડી સાંજે કામ ઉપરથી આવ્યા બાદ ચાર્જમાં મોબાઇલ ફોન મૂકીને ફિલ્મ જોતો હતો. એકાએક મોબાઇલ ચાર્જરના કેબલમાં કરંટ લાગતા તે ફંગોળાઇ ગયો હતો. શિવભારતી આંક્રદમય ચીસ પાડતા જ ઘરમાં હાજર તેનો ભાઇ તેની પાસે દોડી આવ્યો હતો. આ સાથે સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા. શિવને તરત જ હોસ્પિટલમાં લઇ જવાની તૈયારી કરી હતી. પરંતુ, હોસ્પિટલમાં જતી વખતે જ તેનું રસ્તામાં મોત નિપજ્યું હતું.