ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ ખાડે ગઈ, ઈન્જેક્શન આપતા મહિલાના હાથ પર પડ્યું પ્રવાહી

  • ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ ખાડે ગઈ, ઈન્જેક્શન આપતા મહિલાના હાથ પર પડ્યું પ્રવાહી
    ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ ખાડે ગઈ, ઈન્જેક્શન આપતા મહિલાના હાથ પર પડ્યું પ્રવાહી

સુરત :અમદાવાદ વી.એસ હોસ્પિટલમાં બેદરકારી બાદ હવે સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દી સાથે બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં ઈન્જેક્શન આપતા સમયે એક મહિલા દર્દીના હાથમાં પ્રવાહી પડ્યુ હતું. એટલું જ નહિ, રાતોરાત દર્દીના હાથનું ઓપરેશન પણ કરી દીધું.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતની નવી સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. એક મહિલા લીવરની બીમારીની સારવાર કરાવવા માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. ત્યારે ઈન્જેક્શન આપતી વેળાએ મહિલા દર્દીના એક પ્રવાહી પડ્યું હતું. જેને કારણે દર્દીના હાથમાં ગણતરીના કલાકમાં જ ફોલ્લાં નીકળી આવ્યા હતા. ત્યારે તબીબે પોતાની ભૂલ છુપાવવા દર્દીને ટ્રોમાં વિભાગમાં દાખલ કરી હતી. એટલું જ નહિ, રાતોરાત રાત્રિ દરમિયાન દર્દીના હાથનું ઓપરેશન પણ કરી દીધું હતું. જોકે, તંત્ર દ્વારા બેદરકારી દાખવનાર તબીબ વિરુદ્ધ કોઈ પગલાં લેવાયા નથી.