ગુજરાત પોલીસની દારૂ બંધીની ડ્રાઇવ વચ્ચે આ સ્થળે ખુલ્લેઆમ ચાલુ થઇ ‘બિયર શોપ’

  • ગુજરાત પોલીસની દારૂ બંધીની ડ્રાઇવ વચ્ચે આ સ્થળે ખુલ્લેઆમ ચાલુ થઇ ‘બિયર શોપ’
    ગુજરાત પોલીસની દારૂ બંધીની ડ્રાઇવ વચ્ચે આ સ્થળે ખુલ્લેઆમ ચાલુ થઇ ‘બિયર શોપ’

નર્મદા: જિલ્લાને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા સરકાર વિવિધ પ્રોજેક્ટો લાવી રહ્યા છે. હવે પ્રવાસીઓ અને સ્થાનિકોને એવી આશા બંધાઈ છે કે કેવડિયાને કેન્દ્રશાસિત સરકાર બનાવી દેશે. જેને લઈને ગાંધીના ગુજરાતમાં દારૂની છુટ્ટી થઈ ગઈ હોય તેમ યાત્રા ધામની બહારજ ઠેર ઠેર નોન આલ્કોહોલિક બિયર શોપો ખુલી ગયા હતા.

આ કારણે જિલ્લાના ધાર્મિક પ્રવાસનધામ ગણાતા નીલકંઠ ધામ પાસેજ નોન આલ્કોહોલિક બિયર શોપની હાટડીઓ ખુલી જતાં હાલમાં પોલીસની દારૂબંધીના ડ્રાઈવમાં જિલ્લામાં ખુલાયેલા આવા નોનઆલ્કોહોલીક બિયર શોપના બેનરો તોડીને આ વેપારીઓને આ પ્રમાણે જાહેરમાં બિયરના બોર્ડ લગાવી નહિ વેચવા સૂચના આપવામાં આવી હતી.