તેલંગણામાં કોંગ્રેસને મોટો ઝટકો, 18માંથી 12 MLA ટીઆરએસમાં સામેલ થશે

  • તેલંગણામાં કોંગ્રેસને મોટો ઝટકો, 18માંથી 12 MLA ટીઆરએસમાં સામેલ થશે
    તેલંગણામાં કોંગ્રેસને મોટો ઝટકો, 18માંથી 12 MLA ટીઆરએસમાં સામેલ થશે

નવી દિલ્હી: એક બાજુ જ્યાં પંજાબમાં કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ સીએમ અમરિન્દર સિંહ અને નવજોતસિંહ સિદ્ધુ વચ્ચેની લડાઈથી કોંગ્રેસની હાલત ખરાબ છે ત્યાં આજે વધુ એક ઝટકો લાગ્યો છે. તેલંગણામાં કોંગ્રેસના 18માંથી 12 ધારાસભ્યોએ સત્તારૂઢ ટીઆરએસમાં સામેલ થવાની તૈયારી કરી લીધી છે. આ 12 ધારાસભ્યોએ વિધાનસભાના સ્પીકરને પક્ષપલટો કરવાની જાણકારી આપી છે.