મમતાએ નીતિ આયોગની બેઠકમાં આવવાનો ઈનકાર કર્યો, કહ્યું- મારુ આવવું નકામું

  •  મમતાએ નીતિ આયોગની બેઠકમાં આવવાનો ઈનકાર કર્યો, કહ્યું- મારુ આવવું નકામું
    મમતાએ નીતિ આયોગની બેઠકમાં આવવાનો ઈનકાર કર્યો, કહ્યું- મારુ આવવું નકામું

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને ભાજપ વચ્ચે કોઈ પ્રકારનો સુમેળ થતો દેખાતો નથી. વડાપ્રધાન મોદીએ ચિઠ્ઠી લખીને મમતા બેનરજીને 15 જૂને થનારી નીતિ આયોગની બેઠક માટે આમંત્રણ આપ્યું છે. આ વિશે મમતાએ જવાબ આપતા બેઠકમાં આવવાનો ઈનકાર કર્યો છે. મમતાએ શુક્રવારે કહ્યું છે કે, નીતિ આયોગ પાસે કોઈ નાણાકિય અધિકાર નથી. તે ઉપરાંત આયોગ પાસે રાજ્યની યોજનાઓને સમર્થન આપવાનો પણ અધિકાર નથી. તેથી મારું આ બેઠકમાં આવવું નકામું છે. વડાપ્રધાને ગુરુવારે નીતિ આયોગના પુન: રચના કરી છે. રાજીવ કુમાર આયોગના ઉપાધ્યક્ષ રહેશે. તે સિવાય વિકે સારસ્વત, વીકે પોલ અને રમેશ ચંદ્રને ફરી સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહને કાર્યકારી સભ્ય બનાવવામાં આવ્યા છે. શાહ સિવાય રાજનાથ સિંહ, નાણાપ્રધાન નિર્મલા સીતારમણ, કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર કાર્યકારી સભ્ય તરીકે સામેલ છે. યોજના આયોગના સ્થાને 1 જાન્યુઆરી 2015ના રોજ નીતિ આયોગની રચના કરવામાં આવી હતી.