2020થી પર્યટકો માટે ખુલશે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, એક રાતનું ભાડું રૂ. 25 લાખ

  • 2020થી પર્યટકો માટે ખુલશે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, એક રાતનું ભાડું રૂ. 25 લાખ
    2020થી પર્યટકો માટે ખુલશે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, એક રાતનું ભાડું રૂ. 25 લાખ

અમેરિકન સ્પેસ એન્જન્સી નાસાએ કહ્યું છે કે, 2020 સુધી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ને પર્યટકો માટે ખોલી દેવામાં આવશે. એટલે કે અંતરિક્ષમાં રિસર્ચ સિવાય પણ હવે લોકો ISS પર રોકાઈ શકશે. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે ISSનું એક રાતનું ભાડું 35 હજાર ડોલર (અંજારે રૂ. 25 લાખ) હશે. નાસાના ચીફ ફાઈનાન્સ ઓફિસર જેફ ડીવિટે શુક્રવારે જણાવ્યું કે, એજન્સી હવે ISSને આર્થિક લાભ માટે પણ ખોલી રહી છે. અમે તેનું માર્કેટિંગ પણ કરીશું. વર્ષ 2020 પછી દર વર્ષે ઓછામાં ઓછા બે મિશન થશે. તેમાં પર્યટકોને 30 દિવસ સુધી ISS પર રોકાવાની ઓફર આપવામાં આવશે. દર વર્ષે 12 અંતરિક્ષ યાત્રી સ્પેસ પર જઈ શકશે.