બલિદાન બેજ પર ICCનો BCCIને જવાબ- ધોનીએ કર્યો નિયમનો ભંગ

  • બલિદાન બેજ પર ICCનો BCCIને જવાબ- ધોનીએ કર્યો નિયમનો ભંગ
    બલિદાન બેજ પર ICCનો BCCIને જવાબ- ધોનીએ કર્યો નિયમનો ભંગ

દુબઈઃ સાઉથ આફ્રિકા વિરુદ્ધ બલિદાન બેજ ગાળા ગ્લવ્સ પહેરીને ધોનીને રમતા જેણે પણ જોયો તે ધોનીની વાહ-વાહી કરતા પોતાને ન રોકી શક્યા, પરંતુ આ વાત આઈસીસીને ગમી નથી. આઈસીસીએ બીસીસીઆઈને કહ્યું કે, ધોનીએ નિયમોનો ભંગ કર્યો છે. તે ગ્લવ્સ પર કોઈ ખાનગી મેસેજ ન લખી શકે.  હવે સવાલ થાય છે કે શું ધોનીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી મેચમાં પોતાના આ ગ્લવ્સનું બલિદાન કરવું પડશે? આઈસીસીના વલણથી એવું લાગે છે. આજે સવારે બીસીસીઆઈએ આઈસીસી પાસે માગ કરી હતી કે ધોનીને બલિદાન બેજ પહેરીને રમવાની મંજૂરી આપવામાં આવે. આ માગ પર આઈસીસીએ ઘસીને કહી દીધું કે ધોની બલિદાન બેસના ગ્લવ્સની સાથે રમી શકશે નહીં.